ડાંગનાં વઘઇ તાલુકાનાં કાકરદા ખાતે ૪૦થી વધુ પરિવારોની મૂળ હિન્દુ ધર્મમાં ઘરવાપસી..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા અંતર્ગત આવતા કાકરદા ગામ ખાતે આવેલા પવિત્ર ભેંસકાતરી માયાદેવી મંદિર પરિસરમાં કૃષ્ણદાસ બાપુનાં સાનિધ્યમાં એક ભવ્ય અને મહત્વપૂર્ણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.નવરાત્રીના પાવન અવસર પર યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વિવિધ પરિવારો દ્વારા પોતાના મૂળ સનાતન હિન્દુ ધર્મમાં પુનઃ પ્રવેશ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર આયોજન અંગે સ્થાનિક આગેવાન ઔગડ શ્રીકૃષ્ણદાસે જણાવ્યું હતું કે માયાદેવી મંદિર ખાતે યોજાયેલા આ ઘરવાપસી કાર્યક્રમમાં ૪૦ જેટલા પરિવારોએ સ્વૈચ્છિક અને ખુશીથી ભાગ લીધો હતો. આ વિશેષ ધાર્મિક વિધિમાં 40 થી વધુ પરિવારોએ ખ્રિસ્તી ધર્મમાંથી પોતાના મૂળ હિન્દુ ધર્મમાં વાપસી કરી છે. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં ૩૫ જેટલી કુવારી છોકરીઓ, ૨૦ જેટલા કુવારા છોકરાઓ અને ૧૦ જેટલી વિધવા બહેનો સહિતના  પરિવારોએ કોઈપણ પ્રકારના દબાણ વિના, સંપૂર્ણપણે પોતાની સ્વેચ્છાએ સનાતન ધર્મ અંગિકાર કર્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અનિલભાઈ સિંગુભાઈ ઘોલુએ પણ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ અગાઉ હિન્દુ ધર્મમાં જ હતા, પરંતુ ઘરની મુશ્કેલીઓ અને પરિસ્થિતિના કારણે તેઓ ખ્રિસ્તી ધર્મ સાથે જોડાઈ ગયા હતા. જોકે, ત્યાં અનુકૂળ ન લાગતા અને માયાદેવી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમથી પ્રેરિત થઈને તેઓએ પોતાના પરિવાર સાથે ફરીથી સ્વેચ્છાએ હિન્દુ ધર્મમાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ હવે જીવનભર સનાતન ધર્મ સાથે જ જોડાયેલા રહેશે અને ક્યારેય આ ધર્મ છોડશે નહીં.આવા આયોજનો કરનાર આયોજકોનું કહેવું છે કે અગાઉ પણ તેઓ દ્વારા સંક્રાંતિ અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો પર આવા ઘરવાપસીના કાર્યક્રમો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા છે. આ તમામ પ્રક્રિયામાં કોઈની પર પણ કોઈ જ પ્રકારનું બળજબરી કે દબાણ કરવામાં આવતું નથી, પરંતુ જે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ પોતાના મૂળ સનાતન ધર્મમાં પાછા ફરવા માંગે છે, તેમને આવકારવું એ તેમનું ધર્મ અને કર્મ બંને છે. નવરાત્રીના દિવસોમાં યોજાયેલા આ ભવ્ય ધાર્મિક આયોજનથી સ્થાનિક વિસ્તારમાં ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતુ..

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો