MORBI:મોરબી સિવિલ કોર્ટેનો મહત્વનો ચુકાદો ૧.૦૨ કરોડનો સમરી દાવો વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો

MORBI:મોરબી સિવિલ કોર્ટેનો મહત્વનો ચુકાદો ૧.૦૨ કરોડનો સમરી દાવો વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો

મોરબીની ધ્રુવ ક્રાફ્ટ મિલ પ્રા.લી. દ્વારા વડોદરાની પેઢી સામે કરવામાં આવેલો રૂ. ૧,૦૨,૫૦,૦૦૦ (એક કરોડ બે લાખ પચાસ હજાર)નો સમરી દાવો મોરબી સિવિલ કોર્ટે વ્યાજ અને ખર્ચ સહિત મંજૂર કરવાનો આદેશ આપ્યો છે.

કેસની વિગત ધ્રુવ ક્રાફ્ટ મિલ પ્રા.લી.ના ડિરેક્ટર રાજેશ પ્રભુભાઈ જીવાણીએ વડોદરા સ્થિત ‘જગદંબા ઇન્કો’ના પ્રોપ્રાઈટર નીલૂબેન નરેન્દ્ર અગ્રવાલને ક્રાફ્ટ પેપરનું વેચાણ કર્યું હતું. આ પેટે બાકી નીકળતી રૂ. ૧.૦૨ કરોડથી વધુની રકમ વસૂલવા માટે કંપની દ્વારા મોરબી સિવિલ અદાલત સમક્ષ સી.પી.સી. ઓર્ડર ૩૭ હેઠળ સમરી દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક સુનાવણી દરમિયાન કોર્ટે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે આ કોમર્શિયલ વ્યવહાર હોવાથી માત્ર કોમર્શિયલ કોર્ટમાં જ દાવો થઈ શકે, સી.પી.સી. ઓર્ડર ૩૭ હેઠળ સમરી દાવો ન થઈ શકે. જોકે, વાદી પક્ષના વકીલોએ કલમ ૧૩-એ ટાંકીને ધારદાર દલીલો કરી હતી કે લેણદાર પાસે ઓર્ડર ૩૭ હેઠળ સમરી દાવો કરવાનો સંપૂર્ણ કાનૂની હક્ક છે અને સમરી દાવો કરવો કે કોમર્શિયલ તે વાદીની પસંદગી પર નિર્ભર રહે છે. આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે પ્રતિવાદીને સમન્સ જારી કર્યું હતું.

અદાલતનો હુકમ સમન્સની યોગ્ય બજવણી થઈ હોવા છતાં નિયત ૧૦ દિવસની મુદતમાં પ્રતિવાદી નીલૂબેન અગ્રવાલ કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા. જેથી મોરબી સિવિલ કોર્ટે વાદીના પક્ષમાં ચુકાદો આપતાં પ્રતિવાદીને બાકી નીકળતી રૂ. ૧,૦૨,૫૦,૦૦૦ની રકમ વાર્ષિક ૭% વ્યાજ તથા દાવાના તમામ ખર્ચ સહિત ચૂકવી આપવાનો આદેશ ફરમાવ્યો છે.આ કેસમાં વાદી કંપની વતી વકીલ બી.એન. શેઠ, નીશ શેઠ તથા જાનકીબેન એન. મહેતા રોકાયા હતા.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો