*જામનગરમાં પ્રદર્શન મેદાન પાછળના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો* *ફાયર શાખા ની ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો: ઓળખ કરવા કાર્યવાહી* જામનગર તા. ૩: જામનગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનની પાછળના તળાવમાંથી આશરે ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. આ અંગે આજે સવારે ૭:૩૪ વાગ્યે ૧૧૨ મારફતે જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસ દ્વારા મૃતકની ઓળખ સલીમભાઈ, ઉંમર આશરે ૩૦ વર્ષ તરીકે કરવામાં આવી છે. મૃતદેહને વધુ તપાસ માટે પી.એમ. માટે મોકલી આ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

જામનગરમાં પ્રદર્શન મેદાન પાછળના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

ફાયર શાખા ની ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો: ઓળખ કરવા કાર્યવાહી

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૩: જામનગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનની પાછળના તળાવમાંથી આશરે ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી.

આ અંગે આજે સવારે ૭:૩૪ વાગ્યે ૧૧૨ મારફતે જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.

પોલીસ દ્વારા મૃતકની ઓળખ સલીમભાઈ, ઉંમર આશરે ૩૦ વર્ષ તરીકે કરવામાં આવી છે. મૃતદેહને વધુ તપાસ માટે પી.એમ. માટે મોકલી આ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

Horoscope

Weather

વધુ વાંચો

Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો