પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત બામરોલી રોડ સ્થિત બહેરા મૂંગા વિદ્યાલય ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને બાળ સુરક્ષા એકમ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓને T.L.M. કિટ, ફોલ્ડિંગ વ્હીલચેર, બસ-પાસ અને હિયરિંગ એઇડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પાલક માતા-પિતા યોજના, સંત સૂરદાસ યોજના અને દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળના મંજૂરી હુકમો આપી લાભાર્થીઓને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ અને ગોધરા નગર ભાજપ પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.









