કાલોલમાં નગરપાલિકાની ગટર લાઈનની પોલ ખુલી: જૂની પોસ્ટ ઓફિસ પાસે માલ ભરેલી આઇસર ટ્રક ખાડામાં ફસાઈ, ક્રેનથી બહાર કઢાઈ.

તારીખ ૧૧/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ શહેરના હૃદય સમાન વિસ્તારમાં નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી પાડતો કિસ્સો આજરોજ શુક્રવારની વહેલી સવારે સામે આવ્યો છે. શહેરની જૂની પોસ્ટ ઓફિસ સામેના મુખ્ય રોડ પર ગટર લાઇનના ઢાંકણામાં માલસામાન ભરેલી એક આઇસર ટ્રક ફસાઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આ આઇસર ટ્રક કાલોલના વેપારીઓનો માલસામાન ખાલી કરવા માટે મેઇન બજાર તરફ જઈ રહી હતી. આ માર્ગ કચેરી રોડથી મેઇન બજાર તરફ જતો મુખ્ય માર્ગ હોવાથી દિવસ-રાત ભારે ટ્રાફિક રહે છે. અચાનક ટ્રકનું પાછલું વ્હીલ ગટર લાઈનના નબળા ઢાંકણામાં ખૂંપી જતાં ટ્રક ત્યાં જ ફસાઈ ગઈ હતી. જ્યાં ટ્રક ફસાવાના કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા દ્વારા ગટર લાઇનની કામગીરી ખૂબ જ નબળી અને ગેરવ્યાજબી રીતે કરવામાં આવી છે. ગટરના ઢાંકણા નબળા હોવાથી અને લેવલમાં ન હોવાથી અવારનવાર વાહનો ફસાવાની ઘટનાઓ બને છે. તંત્ર દ્વારા યોગ્ય સમારકામ પણ કરવામાં આવતું નથી. આખરે ભારે જહેમત બાદ હેવી ક્રેન મંગાવીને ફસાયેલી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ગટર લાઈનની કામગીરી મજબૂત અને ગુણવત્તાયુક્ત રીતે કરવામાં આવે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો