માંગરોળ: શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને વાહનચાલકોની સુરક્ષાને દયાને રાખીને પોલીસ દ્વારા સધન કાયૅવાહી હાથ ધરવામાં આવી.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આજરોજ જિલ્લા પોલીસ  અધિક્ષક,  માંગરોળ ડીવાયએસપી તેમજ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ માંગરોળ પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્ય હતું

ખાસ કરીને ઝડપી ગતિએ અને બેફામ માટર સાયકલ ચલાવતા વાહનચાલકો તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા  વાહનો ઉપર પોલીસની નજર રાખવામાં આવી રહી છે.

શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા વચ્ચે પોલીસની આ કામગીરીથી નિયમોનું પાલન ન કરતા વાહનચાલકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, નિયંત્રિત ઝડપે વાહન ચલાવવા અને પોતાની સાથે  અન્ય લોકોની સલામતની  દયાને રાખવા અપીલ  કરવામાં  આવી છે….

———-રિપોર્ટર—–

વસંતભાઈ અખિયા, માંગરોળ

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો