તારીખ ૧૪/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર-પ્રસાર, જનજાગૃતિ અને સમાજમાં યોગને વધુ વ્યાપક બનાવવા માટે સતત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલજી, ઓ.એસ.ડી. મેડમ મૃણાલીની દેવી ગોહિલ, સ્ટેટ કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીજી, તેમજ ગુજરાત બોર્ડની પૂરી ટીમ દ્વારા , પિન્કીબેન મેકવાન ને પંચમહાલ ઝોનમાં 3 મહીસાગર, દાહોદ,પંચમહાલ , ખેડા, આણંદ, અરવલ્લી, તેમજ છોટાઉદેપુર જેવા સાત જિલ્લાઓમાં માં યોગના પ્રચાર-પ્રસાર, યોગ વર્ગો, યોગ શિબિરો, તાલીમ કાર્યક્રમો તેમજ વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓને સતત વેગ આપવા, છેવડાના માનવી સુધી યોગને પહોંચાડવા, ઘર ઘર અને જન સુધી યોગને પહોંચાડવાના,તેમની કાર્યનિષ્ઠા, સંગઠનાત્મક ક્ષમતા, સમર્પણ અને યોગ ક્ષેત્રે સતત કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેમને ચોથી વખત મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લાઓમાં યોગ નું કાર્ય આગળ વધે તે માટે તેમની પાસે ખૂબ જ નિષ્ઠાવાન યોગ કોર્ડીનેટરો પણ છે જેમ કે પંચમહાલ થી સોનલબેન દરજી સોનલબેન પરીખ,ખેડા થી રાનીબેન ઠાકર, મહીસાગર થી અજમેર ભાઈ બામણીયા, દાહોદ થી રાહુલભાઈ પરમાર તેમજ ધુળાભાઈ પારગી, અરવલ્લી થી જયેન્દ્રભાઈ મકવાણા અને પાયલબેન વાળંદ, આણંદ થી તોરલબેન પટેલ અને રશ્મિકાબેન પટેલ, તેમજ છોટાઉદેપુર થી મનીષાબેન વાળંદ.. કે જેઓ સાથે મળી અને ઝોન થ્રી પંચમહાલ ઝોન માં યોગના કાર્યને ખૂબ જ ઉર્જા નિષ્ઠા થી છેવાળાના માનવી સુધી પહોંચાડશે.યોગ દ્વારા સ્વસ્થ સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણના સંકલ્પને સાકાર કરવા તેમની આગેવાની હેઠળ પંચમહાલ ઝોનમાં યોગની પ્રવૃત્તિઓ વધુ વેગવાન બનશે તેવી સૌને અપેક્ષા છે.










