MORBI:મોરબી ઘૂંટુ પાસે શંકાસ્પદ બ્રેઝા કારની તલાશી લેતાં 315 બોટલ દારૂ સાથે બે ઝડપાયા, એક વોન્ટેડ

MORBI:મોરબી ઘૂંટુ પાસે શંકાસ્પદ બ્રેઝા કારની તલાશી લેતાં 315 બોટલ દારૂ સાથે બે ઝડપાયા, એક વોન્ટેડ

મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘૂંટુ ગામ નજીક દરોડો પાડીને ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી મુજબ, ઘૂંટુ ગામ નજીક મુખ્ય રોડ પર શંકાસ્પદ હાલતમાં ઊભેલી મારુતિ સુઝુકી બ્રેઝા કાર (નંબર: GJ-36-BB-5656)ની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 315 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

કુલ જપ્ત કરાયેલ મુદ્દામાલ:વિદેશી દારૂની 315 બોટલ (કિંમત: ₹75,485) મારુતિ સુઝુકી બ્રેઝા કાર (કિંમત: ₹8,00,000) કુલ કિંમત: ₹8,75,485 ઝડપાયેલા આરોપીઓ:પ્રતાપભાઈ ભરતભાઈ કેરવાડીયા (રહે. રાતાભર, તા. હળવદ) રોહિતભાઈ સવઘણભાઈ ઈંદરીયા (રહે. રાતાભર, તા. હળવદ)

પકડાયેલા શખ્સોની પૂછપરછમાં અન્ય એક આરોપી શક્તિ રાજપુત (રહે. માથક, તા. હળવદ)નું નામ સામે આવતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો છે. હાલ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો