MORBI:મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયો: બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો

આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન મહાઆરતી, અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસેથી નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતના જુદા-જુદા મંદિરોમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવો જ અન્નકૂટ મહોત્સવ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે યોજાયો હતો. જેમાં ૫૬ ભોગ અન્નકૂટ ધરવામાં આવ્યા હતો.આ અન્નકૂટ દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે પ્રતી વર્ષની જેમ આ વર્ષ પણ મહંતશ્રી પુ. ભાવેશ્વરીમાતાજી અને મહામંલેશ્વર પુ. રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં ૫૬ ભોગ અન્નકૂટ રાખવામાં આવ્યા હતો.જેમાં જુદી-જુદી ભાજીના શાક સંભાર ફળ, ફરસાણ, મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યા હતો.જેનો બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકૂટ દર્શન લાભ લીધો હતો, અને ભકતજનો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે















