0%

હજ-2027 માટે ભારત-સાઉદી વચ્ચે ઐતિહાસિક કરાર: ભારતને મળ્યો 1,75,025 યાત્રાળુઓનો ક્વોટા, જેદ્દાહમાં થયા હસ્તાક્ષર.

તારીખ ૧૦/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ-2027 માટે દ્વિપક્ષીય હજ કરાર પર આજે સાઉદી અરેબિયાના જેદ્દાહ ખાતે સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત ભારત માટે 1,75,025 હજ યાત્રાળુઓનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. જ્યાં આ મહત્વપૂર્ણ કરાર પર ભારત સરકાર વતી કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને સાઉદી અરેબિયા વતી હજ અને ઉમરાહ મંત્રી H.E. ડૉ. તૌફીક બિન ફવઝાન અલ-રબિયા એ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારે આ કરારથી તમામ ભારતીય હજ યાત્રાળુઓ માટે એકીકૃત વ્યવસ્થા, બંને દેશો વચ્ચે ઉન્નત સહયોગ અને યાત્રાળુઓની સલામત, સુવિધાજનક અને આરામદાયક હજ યાત્રા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે.ઉલ્લેખનીય છે કે આ કરારથી લાખો ભારતીય મુસ્લિમ શ્રદ્ધાળુઓનું પવિત્ર હજ યાત્રાનું સપનું સાકાર થશે અને યાત્રા દરમિયાન વધુ સારી સુવિધાઓ મળી રહેશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો