0%

લીમખેડાના મોટાહાથીધરા ગામે મકાનમાં ભીષણ આગ: ઘરવખરી બળીને ખાખ, ગ્રામજનોએ લીમખેડામાં ફાયર સુવિધા શરૂ કરવા કરી માંગ

તા.૦૯.૧૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડાના મોટાહાથીધરા ગામે મકાનમાં ભીષણ આગ: ઘરવખરી બળીને ખાખ, ગ્રામજનોએ લીમખેડામાં ફાયર સુવિધા શરૂ કરવા કરી માંગ

લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામના ભરવાડ ફળિયામાં શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.​મળતી માહિતી મુજબ, પ્રવીણભાઈ ચુનિયાભાઈ ભરવાડના ઘરની પાછળ આવેલા MGVCLના વીજ થાંભલામાં અચાનક શોર્ટ સર્કિટ થતા તણખા ખર્યા હતા, જેના કારણે મકાનમાં આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર મકાન સપડાઈ ગયું હતું. આ ઘટનામાં ઘરવખરી અને તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે ઘરમાં બાંધેલ એક પશુને પણ ઈજા પહોંચી હતી.​આગ લાગતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ગ્રામજનોએ સમયસૂચકતા વાપરી આસપાસના બોર ચાલુ કરી પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.​ફાયર બ્રિગેડ બે કલાક મોડું પહોંચ્યું:લીમખેડા તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી દેવગઢ બારીઆ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચવામાં ૨ કલાક જેટલો વિલંબ થયો હતો. લીમખેડા તાલુકામાં ફાયરની સુવિધાના અભાવે વારંવાર આગની ઘટનાઓમાં સ્થાનિકોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે છે. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને ગ્રામજનોએ લીમખેડા તાલુકા મથકે તાત્કાલિક ફાયર બ્રિગેડની સુવિધા શરૂ કરવા માટે સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય પાસે ઉગ્ર માંગ કરી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો