0%

WAKANER:વાંકાનેર સિટી પોલીસની અનોખી પહેલ: શિવાલય શેલ્ટર હોમના વડીલો સાથે ઉજવાઈ યાદગાર દિવાળી

WAKANER:વાંકાનેર સિટી પોલીસની અનોખી પહેલ: શિવાલય શેલ્ટર હોમના વડીલો સાથે ઉજવાઈ યાદગાર દિવાળી

 

“વડીલોના ચહેરા પર સ્મિત ખીલવવા ખાખી વર્દી બની સ્નેહની છાંય…”

વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા માનવતાની મહેક ફેલાવતું એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. દિવાળીના પાવન પર્વ નિમિત્તે વાંકાનેરના શિવાલય શેલ્ટર હોમ ખાતે આશ્રમમાં રહેતા વડીલો સાથે પોલીસ પરિવાર દ્વારા સ્નેહસભર ઉજવણી કરવામાં આવી હતી.

ખાખીની વર્દીમાં દેખાયો માનવતાનો ઉજાસ આ વિશેષ પ્રસંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી પી.આર. સોલંકી અને પી.એસ.આઈ. શ્રી વી.કે. મહેશ્વરી તથા સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પોલીસ જવાનોએ વડીલોને પ્રેમથી મીઠાઈ ખવડાવીને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ વડીલો સાથે સમય વિતાવી, ફટાકડા ફોડીને સૌએ ખુશીની પળો માણી હતી.

 

તહેવારોની સાચી ખુશી ત્યારે જ મળે છે જ્યારે આપણે કોઈના ચહેરા પર સ્મિત લાવી શકીએ. પોલીસ પરિવાર દ્વારા વડીલો પ્રત્યે દાખવવામાં આવેલો આ પ્રેમ, સ્નેહ અને આત્મીયતા તે વડીલો માટે દિવાળીની સૌથી મોટી અને યાદગાર ભેટ બની રહી હતી.

શિવાલય શેલ્ટર હોમ દ્વારા આભાર વ્યક્ત કરાયો શિવાલય શેલ્ટર હોમ પરિવાર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની આ સુંદર પહેલ, પ્રેમ અને અમૂલ્ય સમય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.ખરેખર, “વડીલોના ચહેરા પરનું સ્મિત જ આ દિવાળીની સૌથી સુંદર રોશની બની રહ્યું.”

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો