સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે છપ્પનભોગ અન્નકૂટ ધરાયો.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં આવેલ સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે પૌરાણિક ભગવાન ગ્વાલિનથ મહાદેવનું મંદિર આવેલ છે. બાજુમા ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન ભલભદ્ર,શ્રી અંબાજી માતા તેમજ શ્રી ગણેશજી અને શ્રી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલ છે.આજે દિવાળીના પવિત્ર તહેવારમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રીરાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સમક્ષ વિવિધ વાનગીઓ સહિત છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો ભગવાની આરતીની સાથે ભાવિક ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આંજના પાવન અવસરે પરમ પૂજ્ય સંતશ્રી ભરતપુરીબાપુએ જણાવ્યું હતું કે,ધર્મ નગરી થરા ખાતે આવેલ સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરના પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરૂશ્રી શિવપુરીજી બાપુની પ્રેરણાથી આજના પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણને છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દ્વારકા નગરીમાં પણ દ્વારિકાધીશ ભગવાનને આજના દિવસે અન્નકૂટ ધરાવવામાં આવે છે તે પરંપરા મુજબ અમે પણ આજે જ અન્નકૂટ ધરાવ્યો હતો.પ્રજાપતિ રમેશભાઈ છોટાભાઈ,બકાભાઈ પંચોલી તાણા,ચૌધરી દિનેશભાઈ અણદાભાઈ, વિનોદભાઈ પંચાલ સહીત દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.99795 21530










