MORBI – મોરબી મહાનગર પાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયાનો આજે જન્મદિવસ

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-9ના કોર્પોરેટર તથા ડ્રેનેજ સમિતિના ચેરમેન અને સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ નવનિતભાઈ કુંડારિયાનો આજે જન્મદિવસ છે. નવનિતભાઈ કુંડારિયા મોરબી શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારીને પ્રાધાન્ય આપીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ખાસ કરીને મોરબી શહેરની ડ્રેનેજ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. શહેરના નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને પ્રજાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે માટે તેઓ તત્પરતા દાખવે છે.

વોર્ડ નંબર-9માં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા, રોડ-રસ્તાની સુવિધાઓ સુધારવા તેમજ નાગરિકોને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે તેઓ સતત કાર્યરત રહે છે. સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ માટે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવી અને વિકાસકાર્યોને આગળ વધારવા તેમની કાર્યશૈલીનો મહત્વનો ભાગ રહ્યો છે. રાજકીય અને ઔદ્યોગિક જવાબદારીઓની સાથે નવનિતભાઈ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગીદારી નોંધાવે છે. યોગ શિબિરો, રક્તદાન કેમ્પ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના આયોજન અને સહયોગ થકી સમાજમાં આરોગ્ય અને સેવાભાવનાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ, શુભેચ્છકો તેમજ મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.














