તારીખ ૨૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીની મહત્વની સંગઠનાત્મક બેઠક કાલોલ તાલુકાના બેઢીયા મુકામે આવેલા જલારામ મંદિર ખાતે યોજાઈ હતી. બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અને સફળ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ત્રણેય નેતાઓએ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધી આગામી કાર્યક્રમો વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. યોગેશભાઈ પંડ્યા, કાલોલ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા સહિત કાલોલ શહેર અને તાલુકા મહામંત્રી ઓ સાથે અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને દરેક કાર્યક્રમને બુથ સ્તર સુધી સફળ બનાવવા સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને સંકલ્પબદ્ધ થઈ કાર્ય કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.










