સતરામપુર ઘાંચી સમાજે ગુમાવ્યું સેવાભાવી વ્યક્તિત્વ

અશફાકભાઈ ખેડાપા વાલા ની અચાનક વિદાયથી ઘાંચી સમાજ અને પરિવારમાં શોક ની લાગણી.

સંતરામપુર ઘાંચી સમાજ માટે અત્યંત અને દુઃખદ સમાચાર સાંપડી રહ્યા છે
મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરના કોલેજ રોડ વિસ્તાર ઉપર આવેલી જૂની LIC OFFICE ની બાજુમાં રહેતા યુવાન અશફાકભાઈ ખેડાપાવાલા ખૂબ જ નાની વયે અલ્લાહ ને પ્યારા થઈ જતા સંતરામપુર સમાજ અને પરિવાર ઉપર દુઃખ ની લાગણી વ્યાપી જવા પામી છે.
કોઈપણ ધર્મના શુભ અશુભ તેમજ ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમ હોય કે આરોગ્યનો કાર્યક્રમ હોય એમાં પોતે તન મન ધન અને દિલથી કામ કરનાર વ્યક્તિ દરેકના સારા નરસા પ્રસંગમાં ખડે પગે ઊભા રહેનાર યુવાન અશફાકભાઈ ખેડાપાવાલા ની બે દિવસની ટૂંકી માંદગી બાદ અચાનક વિદાય થતા સમાજમાં અને તેમના પરિવારમાં મારે શોખની લાગણી વ્યાપી જવા પામે છે.
સમાજમાં અને તેમના સમગ્ર કુટુંબમાં તેમની ખોટ પુરાય તેમ નથી તમામના દિલોમાં આંસુ અને ગમગીની છવાઈ જમા પામી હતી.
આમનું વ્યક્તિત્વ ખૂબ દયાળુ અને મૃદુ સ્વભાવ અને દરેકને કામ કરવા માટેની લાગણી એમનાં હતી, જેને લઈને તેમની દફનવિધિમાં માટે લઈ જવાતા જનાજમાં આજે વહેલી સવારે ઘોડાપુર ઉમટ્યું હતું.
તમામે તેમની મગફિરત માટેની દુઆ કરી હતી. ખુદા તેમને જન્નત નસીબ ફરમાવે તેવી દુઆઓ કરવામાં આવી હતી.
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર









