થરા ખાતે ધી ઓગડ તાલુકા ખરીદ વેચાણ સંઘનો શુભારંભ..

થરા ખાતે ધી ઓગડ તાલુકા ખરીદ વેચાણ સંઘનો શુભારંભ..
———————————-
સહકારથી સમૃદ્ધિ ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી શરૂઆત
———————————-

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શાક માર્કેટના નાકે ઘી ઓગડ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનુ બ.કાં. જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને બનાસબેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,થરા APMC ના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,થરા સ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસડેરી ડિરેક્ટરના બાબુભાઈ ચૌધરી ખસા, બ. કાં.જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુખદેવસિંહજી સોઢા, બ્રહ્મસમાજના આગેવાન હરગોવનભાઈ શિરવાડીયા, ઘી ઓગડ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન હર્શદભાઈ શાહ,વાઈસ ચેરમેન રંગુજી રાઠોડ,મેનેજર તેજાભાઈ દેસાઈ,ઉમેશભાઈ પ્રજાપતિ,હીરાભાઈ જોષી, પ્રધાનજી ખીમાણા સહીત બોર્ડ ઓફ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં અધ્યક્ષના વરદ હસ્તે ૧૬ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે રીબીન કાપી ઉદ્ધઘાટન કરવામા આવ્યુ હતું.સંઘ ના શુભારંભ થી તાલુકાના ખેડૂતોને નવી તકો મળે,કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય અને સહકારના માધ્યમથી ખેડૂતોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે.કાંકરેજ તાલુકાનુ વિભાજન બાદ નવિન ઓગડ તાલુકો બનતા ઓગડ તાલુકામાં લોકોના સરળતાથી કામ થઈ શકે એ માટે નવિન સરકારી અને સહકારી સેવાઓ આપવા માટે કટિબદ્ધતાની સાથે ઉદ્ધઘાટન કરાયું હતું.ખેડૂતોની સુખાકારી માટે ખાતર બિયારણ ખેડુતને સરળતાથી મળી રહે માટે નાનાજામપુર રોડ બસ સ્ટેન્ડ પાછળ માર્કેટ લાઈનમા નવીન ધી ઓગડ તાલુકા ખરીદ વેચાણ સંઘની શરૂઆત કરવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો