દિવાળીના તહેવારોને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં, 10 આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

દિવાળીના તહેવારોને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં, 10 આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ

અરવલ્લી : દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીની ઉજવણી કરી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષાના સઘન પગલાં લેવામાં આવ્યાં છે

રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા પોલીસ સતર્ક બની છે. રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
અરવલ્લી જિલ્લાની આશરે 10 આંતરરાજ્ય સરહદો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સરહદી ચેકપોસ્ટ પર શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓ પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.દિવાળીના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્ત્વો ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ ન આપે તે માટે પોલીસ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. સરહદી વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પોલીસ સક્રિય બની છે.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો