MORBI:મોરબી મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી

MORBI:મોરબી મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી

રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દિન દયાલ અંત્યોદય યોજના(DAY -NULM અંતર્ગત શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ નું સંચાલન મોરબી મહાનગર પાલિકા ના માન, કમિશનર સાહેબ ના માર્ગદર્શન હેઠળ UCD શાખા સાથે સંકલન દ્વારા કરવામાં આવે છે,,

આશ્રય ગૃહ ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકો ને આશ્રય ભોજન ચા નાસ્તા ઉપરાંત, અહીંયા દરેક આશ્રિતો ઘર જેવું વાતાવરણ અનુભવી શકે તે માટે દરેક તહેવારો ની ધામધૂમ થી જાહેર ઉજવણી કરવામાં આવે છે, તારીખ ૪ સપ્ટેમ્બર ,2026 ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી, સંચાલક સંસ્થા ના પ્રતિનિધિઓ દ્વારા આધુનિક લાઈટિંગ સાથે ડેકોરેશન સામગ્રી , સાઉન્ડ સિસ્ટમ સહિત ની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ હાજર આશ્રિતો તમામ દ્વારા સાથે મળી ને બાળ ગોપાલ માટે નયનરમ્ય સુશોભિત હિંડોળા, મટકી ડેકોરેશન પ્રસાદ સહિત ની તૈયારીઓ ઉત્સાહભેર કરી હતી,

કાર્યક્રમ માં પ્રાસંગિક વક્તવ્ય આપતા આશ્રય ગૃહ મેનેજર પરેશભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ કોઈ એક સંપ્રદાય કે જાતિ ના આરાધ્ય દેવ નથી,તેઓ સમગ્ર માનવજાત માટે પરમ પૂજનીય છે,અને માનવજાતિ ને કર્મ, અને કર્તવ્ય તથા માનવધર્મ વિશે પોતાના જીવન ચરિત્ર દ્વારા તથા શ્રી ગીતાજી ના માધ્યમ થી ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે જે આજે પણ પ્રત્યેક મનુષ્ય માટે આદર્શ જીવન માં અનુકરણીય અને પ્રેરણાદિયી સાબિત થાય છે, ઉજવણી ના અંત માં સિનિયર કેર ટેકર અસ્મિતાબેન ગોસ્વામી એ જણાવ્યું હતું કે , આશ્રય ગૃહ માં આ પ્રકાર ની ઉજવણીઓ દ્વારા અહીંયા વાસ્તવ માં પારિવારિક માહોલ ઊભું થાય છે,અને ભાઈચારાઅને કોમી એકતા સહિત નું વાતાવરણ આદર્શ સમાજ નું શ્રેષ્ઠ ઉદાહરણ અને અનુકરણીય રૂપ સાબિત થાય છે,,સમગ્ર ટીમ સાથે આશ્રિતો ની સહભાગીતા દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો, ઉજવણી માં આશ્રય ગૃહ ના આશ્રિતો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા ,

11
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો