ઓગડ તાલુકાના પટણી ઓઢા ખાતે પટણી દેવીપૂજક સમાજ સુધારાની મિટિંગ મળી

,ઓગડ તાલુકાના પટણી ઓઢા ખાતે પટણી દેવીપૂજક સમાજ સુધારાની મિટિંગ મળી….
————————————
પટણી દેવીપૂજક સમાજ સામાજિક સુધારણા તથા વિકાસ તરફ આગેકૂચ..
————————————
અન્ય સમાજોએ સામાજિક સુધારણા અને વિકાસના કાર્યક્રમો ધ્વારા પ્રગતિ કરેલ છે અને સમયની જરૂરિયાત મુજબ પરિવર્તન અપનાવેલ છે તેમ પટણી દેવીપૂજક સમાજના ગુજરાત રાજ્ય તથા ગુજરાત રાજ્યની બહાર વસતા સમાજ દ્વારા સમાજ માં પણ વર્ષ ૧૯૬૫, ૧૯૭૯, ૧૯૮૪ અને વર્ષ ૨૦૧૦ માં સામાજિક સુધારણા માટે કાર્યવાહી કરવામાં આવી પરંતુ ઘણા લાંબા સમય થી પંચાયત, જોશ  અને અન્ય રીતરિવાજો ખર્ચાળ બન્યા છે તથા દૂષણો વધતા રહ્યા છે તેમાં સુધારણા માટેની લાગણી તીવ્ર બનતા સમાજની સંસ્થાઓ જૂદા જૂદા ક્ષેત્રોના આગેવાનો, ટોળાના આગેવાનો ધ્વારા ગત તા.૧૦-૧૧-૨૦૨૪ ના રોજ અમદાવાદ ખાતે આયોજીત સ્નેહ સંમેલનમાં સામાજિક સુધારણા તથા વિકાસ માટે સંકલ્પ કરવામાં આવેલ અને બાર (૧૨) નિયમો (મુદ્દા) અંગે અમદાવાદ,પાટણ,પાલનપુર,સિધ્ધપુર,કડી,ડીસા ,ઓગડ, કાંકરેજ ખાતે સમાજની મિટિંગો કરવાની ચર્ચાઓ કરાતા ઓગડ તાલુકાના પટણી ઓઢા (મોટા જામપુર) ગામ ખાતે છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૬ ને રવિવારના રોજ ઓગડ ( ,,કાંકરેજ) સાત ગામ પંચાયત સમાજ પટેલ ભરતભાઈ ધનજીભાઈ મેતરીયા-સાકરીયા ના અધ્યક્ષ સ્થાને,પ્રમુખ વીરચંદભાઈ બેતાલાવાળા-કાટકોર, ઉપ પ્રમુખ કાંતિભાઈ માનવાળા- થરા ની વિશેષ ઉપસ્થિતિમાં મિટિંગ મળી.ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં અનેક નિયમોનું બંધારણ ઘડવામાં આવ્યું જેમાં સામાજિક સુધારણાના નિયમો (૧) સગાઈ,લગ્ન, છૂટાછેડા,મરણ પ્રસંગના રિવાજો,(૨) અંધશ્રધ્ધા નિવારણના ઉપાયો, (૩) પંચાયત પધ્ધતિમાં સુધારણા, (૪) નિયમોના અમલીકરણ ની વ્યવસ્થા,સામાજિક વિકાસ ના નિયમો (૧) શિક્ષણ, રોજગાર તાલીમ અંગે કામગીરી,(૨) રમત ગમત ક્ષેત્રે વિકાસ થાય તે માટે કામગીરી, (૩) આરોગ્ય જાળવણી અને આરોગ્ય અંગે ની સરકારી યોજનાઓના લાભ મળે તે માટેની કામગીરી, (૪) વ્યસન મુક્તિ માટે કામગીરી,(૫) સ્ત્રી સશક્તિ કરણ માટે કામગીરી, (૬) સરકારી યોજનાઓ લાભ મળે તે માટે કામગીરી,(૭) આત્મહત્યાના બનાવો ઘટે તે માટે કામગીરી,(૮) જુદાજુદા રાજકીય પક્ષો અને સરકારમાં સમાજનું પ્રતિનિધિત્વ વધે તે માટે કામગીરી  ,આમ ટોટલ ૧૨ (બાર) વિષયો અંગે આગામી સમયમાં સમાજની પ્રગતિની રૂપરેખા અને સમાજના બંધારણના અને નિયમો, નાતની દેવીના આર્શીવાદ મેળવી જાહેર કરવામાં આવેલ.આ પ્રસંગે મુખ્ય ચાર પાઘડીવાળા આગેવાન બાબુભાઈ બેતાલવાળા- કાટકોર,  સાવજીભાઈ રામડિયાવાળા-પટણીઓઢા, મેઘાભાઈ બેતારાવાળા- પટણીઓઢા,બાબુભાઈ દાતીમાર-પટણીઓઢા,ગામ દીઠ આગેવાનોમા સપુભાઈ બેતારાવાળા-ટોટાણા, વીરાભાઈ હડૂસીયાવાળા- બલોચપુર,રામાભાઈ દાંતીમાર થરા,લક્ષ્મણભાઈ બેતારાવાળા-થરા,કાંતિભાઈ દાંતલાવાળા-શિયાઓઢા, પ્રવીણભાઈ બેતારાવાળા- શિયાઓઢા,વીરચંદભાઈ દાંતીમાર-શિહોરી, રામજીભાઈ નાનિયાવાળા- પટણી  ઓઢા,સપુભાઈ બેતારાવાળા-શિયાઓઢા, સનાભાઈ ભજીયા-દેવપુરા બાબુભાઈ દુદાવાડા દેવપુરા- ધનેરા,ચતુરભાઈ રોહલીવાળા -ધનેરા,રાજુભાઈ મેતરીયા સાકરીયા સહીત કાંકરેજ અને ઓગડ તાલુકા માંથી વિશાળ સંખ્યામાં આગેવાનો ભાઈઓ યુવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પટણી ઈશ્વરભાઈ ઝીણાભાઈ માસ્તરે કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530

11
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો