દાહોદના ગોધરા રોડ પર બંધ મકાનમાં અચાનક ભીષણ આગ: ઘરવખરી બળીને ખાખ, જાનહાનિ ટળી

તા.૦૬.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ગોધરા રોડ પર બંધ મકાનમાં અચાનક ભીષણ આગ: ઘરવખરી બળીને ખાખ, જાનહાનિ ટળી

દાહોદ શહેરના ગોધરા રોડ પર આવેલી જલારામ પાર્ક સોસાયટીમાં આજે એક હૃદયધ્રુજાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક મકાનના પ્રથમ માળે અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈને આસપાસના રહીશોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પરિવાર બહાર ગયો હોવાથી મોટી દુર્ઘટના ટળીઘટનાની વિગત એવી છે કે, જે મકાનમાં આગ લાગી તે પરિવારના સભ્યો કોઈ કારણોસર બહાર ફરવા ગયા હતા. મકાન બંધ હોવાથી સદનસીબે ઘરમાં કોઈ હાજર નહોતું, જેના કારણે એક મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હતી. બંધ મકાનમાંથી ધુમાડો નીકળતો જોઈ આજુબાજુના પડોશીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક સ્તરે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કરવાની સાથે જ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી.ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, ઘરવખરી ખાખઆગની માહિતી મળતા જ દાહોદ ફાયર વિભાગની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ એટલી ભયાવહ હતી કે મકાનની અંદર રાખેલો તમામ કિંમતી સામાન, ફર્નિચર અને ઘરવખરી બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા.હાલમાં આગ કયા કારણોસર લાગી (શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ) તે જાણી શકાયું નથી. આ અંગે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે

17
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો