MEHSANA :ઊંઝા મુકામે સમાજશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં અગત્યની બેઠક યોજાઈ: સામાજિક એકતા અને ધાર્મિક જાગૃતિ પર મુકાયો ભાર

ઊંઝા ખાતે ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી અને સાધારણ સભા યોજાઈ ‘મિશન 2030’ અંતર્ગત મહત્વની જાહેરાત
ઊંઝા:શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા મુકામે સંસ્થાની અગત્યની કારોબારી અને સાધારણ સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાર્મિક અને સામાજિક જાગૃતિ માટે ‘મિશન 2030: 1001 મંદિર યોજના’ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.
સભાનું આયોજન અને આગેવાનોની ઉપસ્થિતિ – કાર્યક્રમના પ્રથમ સત્રમાં સવારે ૧૧:૦૦ વાગ્યે રૂટીન કારોબારી સભા યોજાઈ હતી, જેમાં આશરે ૧૫૦ જેટલા કારોબારી સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. ત્યારબાદ બપોરે ૨:૦૦ વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે સાધારણ સભાનો પ્રારંભ થયો હતો.

આ બેઠકમાં સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, ઉપપ્રમુખ શ્રી મૌલેશભાઈ ઉકાણી (રાજકોટ), શ્રી રમેશભાઈ દૂધવાળા તેમજ ‘મિશન ૨૦૩૦: ૧૦૦૧ મંદિર યોજના’ અને ઉઝા મંદિર યોજનાના ચેરમેન શ્રી ગોવિંદભાઈ વરમોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અનેકવિધ સમાજશ્રેષ્ઠીઓ, અગ્રણીઓ અને દાતાશ્રીઓએ હાજરી આપીને કાર્યક્રમને શોભાવ્યો હતો. બેઠકમાં સંસ્થાના પ્રગતિ કાર્યો અને આગામી આયોજનો અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
‘મિશન 2030: 1001 મંદિર યોજના’સંસ્થાનના ટ્રસ્ટી અને યોજનાના ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે સમાજના ધાર્મિક સંસ્કારોની જાળવણી અને સાંસ્કૃતિક વારસાને મજબૂત કરવાના લક્ષ્યાંક સાથે વર્ષ 2030 સુધીમાં 1001 મંદિરોના નિર્માણ અને પુનઃનિર્માણનો સંકલ્પ લેવાયો છે. આ મિશન માત્ર મંદિર નિર્માણ પૂરતું મર્યાદિત ન રહેતાં, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સામાજિક એકતા, સંગઠન અને મૂલ્યોનું સિંચન કરશે. આ ભગીરથ કાર્ય માટે સમગ્ર સમાજનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે.

માતાજી સંસ્થાન દ્વારા અમદાવાદ ખાતે સોલા કેમ્પસમાં 1800 દીકરા, દીકરીઓની હોસ્ટેલ સુવિધા કાર્યરત છે અને આરોગ્ય માટેનું ભવન બનાવવા માટે રૂપિયા 2 કરોડ ની ધનરાશિ અજયભાઈ પટેલ એ. ડી.સી.બેંકના ચેરમેન દ્વારા સંસ્થાને યોગદાન જાહેર કરેલ છે







