ભરવાડ યુવા સંગઠન દ્વારા નવી પ્રદેશ ટીમની ઘોષણા: જૂની બોડીનું વિસર્જન, નવા હોદ્દેદારોની નિમણૂક

તા.07/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

ગુજરાત: સમાજના ઉત્થાન, એકતા અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૧૭થી સતત કાર્યરત ‘ભરવાડ યુવા સંગઠન’ દ્વારા સંગઠનાત્મક માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. સેવાકાર્યને વધુ મજબૂતાઈ અને નવી ઊર્જા સાથે આગળ વધારવાના હેતુથી વર્ષ ૨૦૨૦થી ૨૦૨૬ સુધીના ૬ વર્ષના સમયગાળા દરમિયાન નિષ્ઠાપૂર્વક સેવા આપનાર સંગઠનની જૂની બોડીનું વિસર્જન કરવામાં આવ્યું છે. આ અંગે સંગઠનના પ્રમુખ દિલીપભાઈ ભવનભાઈ ભરવાડ, મહામંત્રી અમિતભાઈ રાજાભાઈ ભરવાડ તેમજ સર્વે બંધારણીય સભ્યો વચ્ચે ટેલિફોનિક ચર્ચા યોજાઈ હતી. આ ચર્ચા બાદ સર્વાનુમતે આવનારી નવી ટર્મ માટે ગુજરાત પ્રદેશના નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે, જેમાં સહમંત્રી તરીકે સતિષભાઈ ભોજાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી છે.ગત ટર્મ દરમિયાન જૂની બોડીના તમામ હોદ્દેદારોએ એકજૂથ થઈને નિષ્ઠા, સખત મહેનત અને સમર્પણ ભાવથી સમાજના હિતમાં અનેક પ્રશંસનીય અને સેવાકીય કાર્યો કર્યા હતા. સંગઠનના નેતૃત્વ દ્વારાશાનદાર કામગીરી બિરદાવવામાં આવી હતી અને સંગઠનને નવી ઊંચાઈઓ પર લઈ જવાના આશય સાથે નવા હોદ્દેદારોનેમહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. સંગઠનના પ્રમુખ દિલીપભાઈ ભરવાડ અને મહામંત્રી અમિતભાઈ ભરવાડ દ્વારા નિમણૂક પામેલા તમામ નવા હોદ્દેદારોને હૃદયપૂર્વક અભિનંદન અને નવી ઈનિંગ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ટૂંક સમયમાં કારોબારીની નવી યાદી જાહેર થશે સંગઠન દ્વારા એક ખાસ નોંધમાં જણાવવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને વ્યાપક બનાવવા માટે સમાજના ઉત્સાહી, નિષ્ઠાવાન અને સેવાભાવી યુવાનોને કારોબારી તેમજ વિવિધ વિભાગોમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે. આ નવા સભ્યોની યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

18
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો