નવસારી મનપા ની સફાઈ ઝુંબેશ ! ગંદકી ફેલાવતી લારીઓની ચકાસણી,પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. ૫ હજારનો દંડ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે લુંસિકુઈ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ખાણી-પીણીની લારીઓ સહિત વિવિધ સ્થળોએ યોજાયેલી વિશેષ ડ્રાઇવ દરમિયાન ગંદકી અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.યુ. વસાવાના નેતૃત્વમાં સોલિડ વેસ્ટ વિભાગની ટીમે સ્થળ પર ચકાસણી હાથ ધરી હતી. દરમિયાન કેટલીક લારીઓ પાસે મોટા પ્રમાણમાં ગંદકી, પ્લાસ્ટિકનો જથ્થો તથા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ જોવા મળ્યો હતો.

આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં ટીમે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. હાલ લારીધારકો પાસેથી કુલ રૂ. ૫,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર લારીઓને નોટિસ આપવા પણ સૂચના આપવામાં આવી છે.

મનપાએ જાહેર સ્થળોએ વારંવાર ગંદકી ફેલાવતી લારીઓ સામે આગામી સમયમાં દંડ ઉપરાંત માલસામાન જપ્ત કરવા અને જરૂરિયાત મુજબ લારીઓ હટાવવાની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.

મહાનગરપાલિકાએ વેપારીઓ અને લારીધારકોને કચરાનો યોગ્ય નિકાલ કરવા, સ્વચ્છતા જાળવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે. શહેરની સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે અને નિયમોનો ભંગ કરનાર સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો