આણંદ મહાનગરપાલિકા દ્વારા નવી લાઈબ્રેરી માટે મહત્વના નિર્ણયો લેવાયા*

આણંદ મહાનગરપાલિકા દ્વારા નવી લાઈબ્રેરી માટે મહત્વના નિર્ણયો લેવાયા*

તાહિર મેમણ – આણંદ – 07/08/2026 – ​આણંદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા વધારવા અને વિવિધ વિભાગો હેઠળ વિકાસલક્ષી અને પ્રજાકલ્યાણકારી કામગીરી હાથ ધરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર અને મહાનગરપાલિકાના વહીવટદાર પ્રવીણ ચૌધરી ની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરને આગળની કાર્યવાહી માટે અધિકૃત કરતા મહત્વના નિર્ણયો લેવાયા છે તે મુજબ સિવિલ ઈજનેરી અને સીટી બ્યુટીફિકેશન વિભાગ હેઠળ ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા રૂ. ૫ (પાંચ) કરોડની મહત્તમ રાજ્ય સહાય મંજૂર કરવામાં આવી છે. કરમસદ આણંદ વિસ્તારમાં લાઈબ્રેરી માટે યોગ્ય સ્થળ નક્કી કરી, ડી.પી.આર. (DPR), પ્લાન અને અંદાજ તૈયાર કરવા માટે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.

આણંદ શહેરના ટી.પી. ૧, ૨ અને ૩ વિસ્તારમાં વર્ષો જૂની પાણીની પાઈપલાઈનો બદલીને નવી પાઈપલાઈનનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું કરવામાં આવશે. રૂ. ૪૧,૩૮,૨૧,૬૫૦/- ના અંદાજિત ખર્ચના DPR મુજબ કામગીરી હાથ ધરાશે, જેથી રોગચાળો અને લીકેજની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

 

શહેરી વિકાસ વિભાગની નીતિ મુજબ ખાનગી સોસાયટીઓમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સીસીટીવી કેમેરા અને ઓપન જીમ જેવી મૂળભૂત સુવિધાઓ માટે ૭૦% રાજ્ય સરકાર, ૨૦% જનભાગીદારી અને ૧૦% સ્થાનિક સંસ્થાના ફાળા સાથે વિકાસ કામો હાથ ધરવા સર્વે અને દરખાસ્ત કરવાની મંજૂરી આપેલ છે.

શહેરી મલેરિયા વિભાગ દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે રૂ. ૮,૭૩,૦૦૦/- ના ખર્ચે ૩ નાના અને ૨ મોટા ફોગીંગ મશીન અને રૂ. ૧૫,૮૪,૦૦૦/- ના ખર્ચે ખરીદવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે.

SJMMSVY યોજના હેઠળ જીટોડીયા દાંડીમાર્ગથી ચાવડાપુરા થઈ જીટોડીયા તળાવ સુધી વરસાદી પાણીની લાઈન નાંખવા માટે રૂ. ૧,૧૩,૪૫,૬૨૧.૭૧ ના ભાવે કામગીરી કરાવવાનો નિર્ણય લેવાયો છે.

 

આ બેઠકમાં સ્થાયી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો