રાજ્યના ૦૮ થી ૧૩ વર્ષનાં બાળકો માટે જૂનાગઢ ખાતે સાત દિવસીય ખડક ચઢાણ એડવેન્ચર કોર્સમાં જોડાવવા માટે ઉમદા તક

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન તા. ૦૧/૧૧/૨૦૨૬ થી તા. ૦૭/૧૧/૨૦૨૬ દરમિયાન જૂનાગઢ ખાતે થનાર છે. આ સાત દિવસીય એડવેન્ચર કોર્સમાં ૦૮ થી ૧૩ વર્ષની વયના બાળકો ભાગ લઈ શકશે. કોર્સ દરમિયાન તાલીમ, નિવાસ અને ભોજનની સુવિધા તેમજ આવવા-જવાનો પ્રવાસ ખર્ચ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ આપવામાં આવશે.  ઇચ્છુક અરજદારો માટેનું નિયત અરજી ફોર્મ Facebook પેજ “SVIM ADMINISTRATION” પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી આધાર-પુરાવા સાથે ભરીને તા. ૦૧/૧૦/૨૦૨૬ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ-૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મળી જાય તે રીતે મોકલવાનું રહેશે. આ અંગેની વધુ માહિતી માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢના ફોન નં. ૦૨૮૫-૨૬૨૭૨૨૮ પર સંપર્ક કરી શકાશે

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો