જૂનાગઢમાં સ્થિત બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.એ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે NCC આર્મી કેડેટની પસંદગી તાજેતરમાં કરવામાં આવી હતી. જેમના માટે આઠ ગુજરાત બટાલિયન એનસીસી જૂનાગઢથી કર્નલ મનદીપ સર તેમજ પી.આઈ. સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે કોલેજના એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ શ્રી ડૉ.રાજીવ ડાંગર દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે પ્રથમ વર્ષ.બી.એ. માં કુલ ૧૦૦ વિદ્યાર્થીઓએ એનસીસીમાં જોડાવા માટે અરજી કરી હતી. તેમાંથી કુલ ૩૨ વિદ્યાર્થીઓને NCC આર્મી માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની પસંદગી માટે શારીરિક ક્ષમતા, લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યુ અને પર્સનાલિટી ટેસ્ટ વગેરે જોવામાં આવે છે. એનસીસીમાં બી અને સી સર્ટિફિકેટ મેળવનાર કેડેટને આર્મી, વન વિભાગ, પોલીસ અને અર્ધસૈનિક દળ વગેરેમાં અલગથી માર્કસ આપવામાં આવતા હોવાની સાથે શિસ્ત, સમય પાલન, પર્સનાલિટી ડેવલપમેન્ટ, નેતૃત્વ, એડવેન્ચર એક્ટિવિટી, સામાજિક સેવા વગેરે બાબતોની વિશેષ તાલીમ મળવાના કારણે વિદ્યાર્થીઓમાં NCC નું વિશેષ આકર્ષણ હોય છે.
આ પ્રસંગે કોલેજના આચાર્ય શ્રી ડૉ.જે.આર.વાંઝા, પ્રાધ્યાપક શ્રી ડૉ.પી.વી.બારસિયા, એનસીસી નેવલ ઓફિસર લેફ્ટનન્ટ ડૉ.દિનાબેન લોઢિયાએ સમગ્ર પસંદગી પ્રકિયાનું નિરીક્ષણ કર્યુ હતું અને આ તકે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 








