14 વર્ષ જૂની રૂ.13 લાખની ઉઘરાણી માત્ર 10 દિવસમાં ઉકેલાઈ: સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલૂના કડક વલણથી અરજદારને મળ્યો ન્યાય

તા.07/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના પ્રજાભિમુખ અને કડક ન્યાયિક અભિગમનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. પાટડી તાલુકાના કમાલપુર ગામના એક ૬૨ વર્ષીય વૃદ્ધને ૧૪-૧૪ વર્ષથી ફસાયેલા રૂ. ૧૩ લાખ માત્ર ૧૦ જ દિવસમાં પરત મળતા પોલીસે લોકોના વિશ્વાસને વધુ મજબૂત કર્યો છે. મળેલી વિગતો અનુસાર, કમાલપુર ગામના રહેવાસી ઈશ્વરભાઈ લાધાભાઈ સોલંકી એ આશરે ૧૪ વર્ષ પહેલા પોતાના સગા-સંબંધીને જરૂરિયાત સમયે મિત્રતાના નાતે રૂ. ૧૩ લાખ હાથ-ઉછીના આપ્યા હતા. જોકે, લાંબા સમયથી વારંવાર માગણી કરવા છતાં સામાવાળા આ રકમ પરત કરવામાં આનાકાની કરી રહ્યા હતા. અંતે થાકીને અરજદાર ઈશ્વરભાઈએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂની રૂબરૂ મુલાકાત લઈ પોતાની આપવીતી રજૂ કરી હતી. SP પ્રેમસુખ ડેલૂએ વૃદ્ધ અરજદારની રજૂઆતને ગંભીરતાથી લઈ તુરંત જ બજાણા પોલીસ સ્ટેશનને આ બાબતે કડક અને ત્વરિત કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. SPની સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના સઘન પ્રયાસોના પરિણામે માત્ર ૧૦ જ દિવસમાં સામાવાળા પાસેથી પૂરેપૂરી રૂ. ૧૩ લાખની રકમ રિકવર કરવામાં સફળતા મળી હતી. જેમાં રૂ. ૫ લાખ રોકડા અને રૂ. ૪-૪ લાખના બે ચેક પરત અપાવવામાં આવ્યા હતા. ૧૪ વર્ષ બાદ પોતાના હક અને પરસેવાના નાણાં સુરક્ષિત રીતે પરત મળતા અરજદાર ઈશ્વરભાઈ સોલંકીએ ગદગદિત થઈ SP પ્રેમસુખ ડેલૂ અને બજાણા પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો