મોટી પિંડાખાઇ પ્રાથમિક શાળાના શિક્ષિકા જાગૃતીબેન હરિયાણી તાલુકાના ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે સન્માનિત

વિસાવદર તાલુકાની મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા જાગૃતીબેન સુરેશભાઈ હરિયાણીનું શિક્ષક દિન નિમિત્તે તાલુકા કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષિકા’ તરીકે ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. જાગૃતીબેન સાવરકુંડલાના પ્રખ્યાત કથાકાર સંત શ્રી સુરેશબાપુ હરિયાણીના સુપુત્રી છે. શિક્ષણ ક્ષેત્રે પોતાના અનોખા પ્રદાન માટે જાણીતા આ શિક્ષિકાએ ગુજરાતમાં સૌપ્રથમ વાર ‘માતૃભાષા મેળા’નું આયોજન કરીને એક નવતર પ્રયોગ કર્યો હતો. તેઓ વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને માતૃભાષાનું ગૌરવ કરાવી રહ્યા છે. માતૃભાષા ઉપરાંત અંગ્રેજી અને સંસ્કૃત જેવી ભાષાઓ પણ રસપ્રદ પ્રયુક્તિઓ દ્વારા સરળતાથી શીખવી રહ્યા છે. તેમની આ શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ શાળાના ફેસબુક પેજ (Moti Pindakhai Primary School) પર પણ જોઈ શકાય છે. ઉદાહરણીય નિષ્ઠા દાખવતા જાગૃતીબેને આ એવોર્ડ સાથે મળેલી ₹5,000 ની પુરસ્કાર રકમ પોતાની જ શાળાના બાળકોના શૈક્ષણિક વિકાસ અર્થે સમર્પિત કરી દીધી છે. તેમના આ સન્માન અને ઉમદા કાર્ય બદલ ગ્રામજનો, શિક્ષણ જગત અને સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો