વસઈની દુકાન ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

વસઈની દુકાન ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા
એલસીબી મહેસાણાની કાર્યવાહી : રૂ.25,400નો મુદ્દામાલ કબજે, એક આરોપી વોન્ટેડ
વિજાપુર, તા.
મહેસાણા જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે વસઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રણેક મહિના અગાઉ થયેલી દુકાન ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને રૂ.25,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે.
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન એલ.સી.બીના સ્ટાફને બાતમી મળી હતી કે, બે શખ્સો રામપુરા ચોકડી રોડ પર મીરાજ તમાકુના બોક્સ ભરેલી પ્લાસ્ટિકની કોથળીઓ સાથે ઊભા છે. જેના આધારે એલ.સી.બીની ટીમે રામપુરા ચોકડી નજીક વોચ ગોઠવી બે શખ્સોને મોટરસાઇકલ સાથે ઝડપી લીધા હતા.પોલીસે પકડાયેલા શખ્સોની
પૂછપરછ કરતા તેઓએ પંકજભાઈ બાબુભાઈ ભીલ (ઉં.વ.25) અને રોહીત યોગેશભાઈ શીવ શંકર સિંગ (ઉં.વ.19), બંને રહે. હાઈસ્કૂલ પાછળ, ભીલવાસ, વિજાપુર, તરીકે ઓળખ આપી હતી. તેમની પાસેથી મીરાજ તમાકુના છ બોક્સ, હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ અને રોકડ રકમ મળી કુલ રૂ.25,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આશરે ત્રણ મહિના અગાઉ વસઈ ફાટક નજીક આવેલી બંધ દુકાનનું પતરું તોડી રાત્રિના સમયે દુકાનમાં પ્રવેશ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કરેલ વધુ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ આકાશ ડાહયાજી ભીલ સાથે મળીને આશરે ત્રણ મહિના અગાઉ વસઈ ફાટક નજીક આવેલી બંધ દુકાનનું પતરું તોડી રાત્રિના સમયે દુકાનમાં પ્રવેશ કર્યો હોવાની પણ કબૂલાત કરી હતી. અને. દુકાનમાંથી મીરાજ, વિમલ, બુધાલાલ, સિગ્નેચર સહિતના તમાકુ-મસાલાના પેકેટો તેમજ રોકડ રકમની ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આ મામલે વસઈ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(એ) અને 331(4) મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે કેસ મહેસાણા તાલુકા પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે.જયારે વોન્ટેડ આરોપી: આકાશ ડાહયાજી ભીલ, રહે. હાઈસ્કૂલ પાછળ, ભીલવાસ, વિજાપુર વાળા ની શોધખોળ હાથ ધરી છે.

18
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો