TANKARA:ટંકારા પોલીસ દ્વારા: દારૂની હેરાફેરીનું ગુપ્ત નેટવર્ક ખુલ્લું પાડ્યું, બેની અટકાયત અને એક વોન્ટેડ

TANKARA:ટંકારા પોલીસ દ્વારા: દારૂની હેરાફેરીનું ગુપ્ત નેટવર્ક ખુલ્લું પાડ્યું, બેની અટકાયત અને એક વોન્ટેડ

મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને એક બોલેરો કેમ્પર ગાડીના ગુપ્ત ચોરખાનામાંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૩.૨૭ લાખથી વધુની કિંમતના દારૂના ૧,૨૪૮ ચપલા, વાહન અને મોબાઇલ મળી કુલ રૂ. ૬,૩૩,૩૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની અટકાયત કરી છે.

શ્રાવણ માસના તહેવારોને ધ્યાને રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા એસપી મુકેશ પટેલ અને વાંકાનેર ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી-રાજકોટ હાઇવે પરથી પસાર થતી બોલેરો કેમ્પર ગાડી (નંબર: GJ-03-BV-9752)ને રોકી તપાસ કરવામાં આવી હતી.

પોલીસે સીટ નીચે, ઠાઠામાં તેમજ ટોપના ભાગે બનાવેલ ગુપ્ત ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડના ૧૮૦ એમ.એલ.ના ઇંગ્લીશ દારૂના ૧,૨૪૮ ચપલા શોધી કાઢ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ ૧. દશરથભાઇ હરકનભાઇ પ્રભુભાઇ રબારી (ઉ.વ. ૩૦, રહે. રામપુરા છોટા, તા.ધાનેરા, જી.બનાસકાંઠા) ૨. બાબુરામ જવાનાજી ભાડકા રબારી (ઉ.વ. ૪૫, રહે. જારડા, તા.રાણીવાડા, જી.ઝાલોર, રાજસ્થાન)વોન્ટેડ આરોપી:૧. મહેન્દ્રભાઇ બાબુરામ રબારી (રહે. પાલ કુડા, તા.રાણીવાડા, જી.ઝાલોર, રાજસ્થાન)

જપ્ત કરાયેલ મુદ્દામાલ (કુલ કિંમત રૂ. ૬,૩૩,૩૪૦/-):ઇંગ્લીશ દારૂનો જથ્થો (કિંમત રૂ. ૩,૨૭,૮૪૦/-):બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કી (૧૮૦ ml) – ૪૩૨ નંગ (રૂ. ૧,૨૦,૯૬૦/-) સીગ્નેચર રેર વ્હીસ્કી (૧૮૦ ml) – ૬૨૪ નંગ (રૂ. ૧,૫૬,૦૦૦/-) એન્ટીકયુટી બ્લુ વ્હીસ્કી (૧૮૦ ml) – ૧૯૨ નંગ (રૂ. ૫૦,૮૮૦/-) મહીન્દ્રા બોલેરો કેમ્પર ગાડી (કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-)મોબાઇલ ફોન – ૦૨ નંગ (કિંમત રૂ. ૫,૫૦૦/-) ટંકારા પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

18
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો