MORBI:મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે દુઃખદ ઘટના: શ્રાવણના અંતિમ સોમવારે કુંડમાં ડૂબી જવાથી વ્યક્તિનું મો*ત નિપજ્યું

MORBI:મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે દુઃખદ ઘટના: શ્રાવણના અંતિમ સોમવારે કુંડમાં ડૂબી જવાથી વ્યક્તિનું મો*ત નિપજ્યું

મોરબી: શ્રાવણ મહિનાના અંતિમ સોમવારના પવિત્ર દિવસે મોરબીના પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. મંદિરમાં દર્શન માટે ઉમટેલી ભીડ વચ્ચે મંદિર પરિસરમાં આવેલા પાણીના કુંડમાં ડૂબી જવાથી એક 40-45 વર્ષીય વ્યક્તિનું કરૂણ મો*ત નીપજ્યું છે.

સવારના સમયે બનેલી આ ઘટના અંગે મોરબી ફાયર કંટ્રોલ રૂમને 11:24 કલાકે કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કુંડમાં રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે વ્યક્તિના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો.

મૃતક નામ: જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકી ,ઉંમર: આશરે 40 થી 45 વર્ષ ,રેવાસી: રફાળેશ્વર ગામ શ્રાવણના છેલ્લા સોમવાર નિમિત્તે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા, તેવા સમયે જ બનેલી આ ઘટનાથી મંદિર પરિસર અને સમગ્ર રફાળેશ્વર ગામમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. બનાવ અંગે સ્થાનિક પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

17
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો