WAKANER:વાંકાનેરના હોલમઢ રસ્તેથી ૭૦ હજારની રોકડ સાથે ૯ જુગારીઓ ઝડપાયા

WAKANER:વાંકાનેરના હોલમઢ રસ્તેથી ૭૦ હજારની રોકડ સાથે ૯ જુગારીઓ ઝડપાયા

વાંકાનેર:તાલુકાના હોલમઢ ગામ તરફ જવાના રસ્તે, કાબરાનેસ નજીક જાહેરમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ પર વાંકાનેર તાલુકા પોલીસે ત્રાટકીને ૯ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી કુલ રૂ. ૭૦,૦૦૦ ની રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે હોલમઢ જતા રસ્તે કાબરાનેસ પાસે રેડ પાડવામાં આવી હતી. જ્યાં કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહ્યા હોવાનું માલૂમ પડ્યું હતું.

ઝડપાયેલા આરોપીઓના નામ:૧. વિપુલભાઇ પ્રેમજીભાઈ પાડલીયા – ૨. મેરામભાઇ બાબુભાઇ પાડલીયા – ૩. ગોપાલભાઈ ધુડાભાઈ પાડલીયા – ૪. પ્રકાશભાઇ ખોડાભાઇ ચૌહાણ – ૫. મુનેશભાઈ બાબુભાઈ પાડલીયા – ૬. જયંતીભાઈ જેસાભાઈ પાડલીયા – ૭. ગૌતમભાઇ જાદવભાઈ સારલા -૮. મુકેશભાઈ બાબુભાઈ પાડલીયા ૯. ગોપાલભાઇ અવચરભાઇ સારલા (તમામ રહે. હોલમઢ, તા. વાંકાનેર)

પોલીસે તમામ ૯ ઈસમો સામે જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. સર્વેલન્સ ટીમની આ ત્વરિત કામગીરીથી અસામાજિક તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.

11
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો