MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા IHSDP યોજનાના આવાસોનું રીનોવેશન કાર્ય તેજ: ૪૮ આવાસો ટૂંક સમયમાં લાભાર્થીઓને સોંપાશે

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા IHSDP યોજનાના આવાસોનું રીનોવેશન કાર્ય તેજ: ૪૮ આવાસો ટૂંક સમયમાં લાભાર્થીઓને સોંપાશે

બાકી રકમ જમા કરાવી આવાસ વિભાગનો સંપર્ક કરવા લાભાર્થીઓને તાકીદ

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સર્વે નં. ૧૪૧૫ પૈકીની જગ્યામાં IHSDP યોજના હેઠળ નિર્માણ પામેલા ૬૦૮ આવાસોના નવીનીકરણ (રીનોવેશન)ની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીની સાથે-સાથે આવાસ સંકુલમાં PGVCL દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવા માટેની લાઇન અને કનેક્શન સંબંધિત કામગીરી પણ પ્રગતિમાં છે.

તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વીજ પુરવઠા સહિતની પ્રાથમિક કામગીરી સંપન્ન થયા બાદ ૬૦૮ આવાસો પૈકી પ્રાથમિક તબક્કે તૈયાર થઈ ગયેલા ૪૮ આવાસોનું નિયમાનુસાર લોકાર્પણ કરી લાભાર્થીઓને સોંપવામાં આવશે.

આ સંદર્ભે મોરબી મહાનગરપાલિકાની આવાસ શાખા દ્વારા જણાવાયું છે કે જે લાભાર્થીઓએ પોતાના આવાસ પેટે નિયત થયેલ રકમ હજુ સુધી ભરપાઈ કરી નથી, તેઓએ યોજનાના નિયમો મુજબ બાકી રકમ સત્વરે જમા કરાવી દેવી. આ અંગેની વધુ વિગતો તથા પ્રક્રિયા માટે લાભાર્થીઓને મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગનો તાકીદે રૂબરૂ સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો