અરવલ્લીમાં JOSH Teamsનો પ્રારંભ : ટીબી મુક્ત ભારતના સંકલ્પમાં યુવાનો બનશે સક્રિય ભાગીદાર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં JOSH Teamsનો પ્રારંભ : ટીબી મુક્ત ભારતના સંકલ્પમાં યુવાનો બનશે સક્રિય ભાગીદાર

યુવાનો બનશે ટીબી મુક્ત ભારતના દૂત : જનભાગીદારીથી ટીબી નિર્મૂલન અભિયાનને મળશે વેગ

 

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (NTEP) અંતર્ગત વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા અરવલ્લી જિલ્લામાં JOSH (Joint Squad for Health) Teamsનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

 

જિલ્લા પંચાયત, અરવલ્લી ખાતે યોજાયેલા વર્ચુઅલ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ, MY Bharatના સ્વયંસેવકો, NSS તથા NCCના કેડેટ્સ જોડાયા હતા. આ પ્રસંગે નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલા JOSH Teamsના રાષ્ટ્રીય શુભારંભ કાર્યક્રમનું સવારે ૧૧:૦૦થી બપોરે ૧૨:૩૦ કલાક દરમિયાન જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય સ્તરે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા કાર્ય અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા, રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ તથા દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

JOSH Teamsમાં Class-1 કક્ષાના અધિકારીઓ, MY Bharatના સ્વયંસેવકો તથા NCC કેડેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમો દ્વારા ટીબી અંગે લોકોમાં જનજાગૃતિ કેળવવા, ટીબીના લક્ષણો અંગે લોકોને માહિતગાર કરવા, વહેલા નિદાન અને સમયસર સારવાર માટે પ્રોત્સાહિત કરવા તેમજ ટીબીના દર્દીઓને જરૂરી સહયોગ પૂરો પાડવા વિવિધ જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં દેશના ૧૧ રાજ્યોના ૫૫ જિલ્લાઓમાં JOSH Teams કાર્યરત કરવામાં આવી રહી છે. યુવાનોની ઊર્જા અને સક્રિય ભાગીદારીને ટીબી નિર્મૂલનના પ્રયાસો સાથે જોડીને આ અભિયાનને વધુ વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.વર્ષ ૨૦૨૫ દરમિયાન દેશની ૬૯૭ જિલ્લાઓની ૬૭,૯૩૩ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત પંચાયત તરીકે સન્માનિત કરવામાં આવી હતી. આ સિદ્ધિને આગળ ધપાવતાં ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ વિભાગો, યુવાનો અને સમાજની સહભાગિતાને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે.

અરવલ્લી જિલ્લામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, ખેતીવાડી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા શ્રમ અધિકારી, પ્રોગ્રામ ઓફિસર-ICDS, MO-DTC, DPC, DPPMC, MY Bharat, NSS તથા NCCના પ્રતિનિધિઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોની સક્રિય ભાગીદારી અને જનભાગીદારી સાથે અરવલ્લી જિલ્લો ટીબી નિર્મૂલનની દિશામાં મજબૂત પગલાં ભરી રહ્યો છે.

 

 

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો