નવસારી જિલ્લામાં ચીખલી અને બીલીમોરા બસ ડેપો ખાતે ગ્રામ હાટનું લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચીખલી બસ ડેપો તથા ગણદેવી તાલુકાના બીલીમોરા બસ ડેપો ખાતે ગ્રામ હાટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બીલીમોરા બસ ડેપો ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયકના હસ્તે, જ્યારે ચીખલી બસ ડેપો ખાતે જિલ્લા કારોબારી અધ્યક્ષ અમિતાબેન પટેલના હસ્તે ગ્રામ હાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

             આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામ હાટની મુલાકાત લઈ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ, બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

             ગ્રામ હાટ એ ગ્રામીણ વિસ્તારની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને બજાર સુધી પહોંચાડવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ છે. આ પહેલના માધ્યમથી બહેનોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે, જેથી તેઓ વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે અને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરી શકશે.

            ગ્રામ હાટ થકી ગ્રામીણ મહિલાઓની આવડત, કૌશલ્ય અને સર્જનાત્મકતાને વ્યવસાયિક તકમાં પરિવર્તિત કરવામાં મદદ મળશે. ઉત્પાદનોના વેચાણમાં વધારો થવાથી બહેનોની આવકમાં વૃદ્ધિ, રોજગારીની નવી તકોનું સર્જન અને તેમની આજીવિકાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ પ્રોત્સાહન મળશે.

              આ પહેલથી સખી મંડળની બહેનો આર્થિક રીતે વધુ સક્ષમ અને આત્મનિર્ભર બની શકશે. સાથે જ, તેઓ પરિવારના આર્થિક વિકાસ અને જીવનધોરણમાં સુધારો લાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.

             આમ, નવસારી જિલ્લામાં ચીખલી અને બીલીમોરા ખાતે શરૂ કરાયેલા ગ્રામ હાટ ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને મહિલા સ્વસહાય જૂથોને વ્યવસાયિક વિકાસની નવી તકો પૂરી પાડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહેશે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો