હાલોલ એસટી બસ સ્ટેશન ખાતે હાથ બનાવટની વસ્તુઓ માટે ગ્રામહાટનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૧૦.૨૦૨૬

ગ્રામીણ વિસ્તારની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને યોગ્ય બજાર વ્યવસ્થા અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અને પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાજ્યના GSRTC બસ સ્ટેશનો ખાતે “ગ્રામહાટ”ની સ્થાપના કરવામાં આવી છે.આ પહેલ અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલ બસ સ્ટેશન ખાતે ગ્રામહાટ સ્ટોલ્સનું ઉદ્ઘાટન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.હાલોલ એસ.ટી.બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ,જયેન્દ્રસિંહ ચોહાણ,પ્રવિણસિંહ પરમાર સહિત ભાજપા અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.હાલોલ બસ સ્ટેશન ખાતે ઊભા કરાયેલા સ્ટોલ પર ગ્રામીણ સખી મંડળની બહેનો દ્વારા સ્વનિર્મિત હસ્તકલા અને હાથ બનાવટની વિવિધ ચીજવસ્તુઓ વેચાણ અર્થે મૂકવામાં આવી છે.સરકારના આ અભિગમથી મુસાફરો અને સ્થાનિક નાગરિકોને સીધી રીતે શુદ્ધ તેમજ ઓર્ગેનિક વસ્તુઓ સરળતાથી મળી રહેશે, જ્યારે બીજી તરફ ગ્રામીણ મહિલાઓને પોતાના ઉત્પાદનોના સીધા વેચાણ માટે એક પ્લેટફોર્મ પ્રાપ્ત થશે, જેનાથી તેમના આર્થિક સ્વાવલંબનને નવી ગતિ મળશે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો