સંતરામપુર પોલીસ સ્ટેશન લુંટ વિથ ધાડના ગુન્હામાં છેલ્લા વીસ (૨૦) વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા.
વિજય. જોષી. મહીસાગર
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલ હોય જે મુજબ મહીસાગર એસ.ઓ.જી. પો.ઇન્સ..વી.ડી.ધોરડા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઈ. એચ.બી.સિસોદીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.

દરમ્યાન એસ.ઓ.જી પો.ઇન્સ. વી.ડી.ધોરડા નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી સંયુક્ત બાતમી મળેલ કે, સંતરામપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૧૨૧/૨૦૦૬ આઇ.પી.સી. કલમ ૩૯૪,૩૯૭, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુન્હાના કામે સને-૨૦૦૬ તા.૧૭/૦૯/૨૦૦૬ ના રોજ ફરીયાદી તથા સાહેદો સંતરામપુર આંબા ગામે ભજનમાં જતા હતા તે દરમ્યાન રસ્તામાં રોકી છુટોપથ્થર મારો કરી મોટર સાયકલ તથા રોકડા રૂપિયા તથા મોબાઇલ ની લુંટ કરી ભાગી ગયેલ જે ગુન્હાનો આરોપી પીકુંભાઇ ખેમચંદભાઇ ભુરીયા રહે.નેગડીયા, તા.થાદલા, જી.જાબુઆ (મધ્યપ્રદેશ) નાનો છેલ્લા વીસ વર્ષથી ગુન્હો કરી નાસતો ફરતો હતો અને સદર આરોપી મધ્યપ્રદેશ મેઘનગર આવવાનો હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી.ટીમના પો.અધિ./કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી મેઘનગર રેલ્વે સ્ટેશન ખાતેથી તપાસ દરમ્યાન ઉપરોક્ત ગુન્હાનો નાસતો ફરતો આરોપી મળી આવતાં હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પો.સ્ટે. સોપવામાં આવેલ છે. આમ સંતરામપુર પો.સ્ટે.ના લુંટ-ધાડના કેસમાં છેલ્લા વીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપવામાં મહીસાગર એસ.ઓ.જી.ને સફળતા મળેલ છે.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર







