ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક રેસિંગ કરતી ગેંગ ઝડપાઈ – દધાલિયા ગામમાં રેસિંગ કરતા હોવાનો વિડિઓ થયો હતો વાયરલ – પોલીસે બબૂચકોને દબોચ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક રેસિંગ કરતી ગેંગ ઝડપાઈ – દધાલિયા ગામમાં રેસિંગ કરતા હોવાનો વિડિઓ થયો હતો વાયરલ – પોલીસે બબૂચકોને દબોચ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે ગણતરીના કલાકોમાં પોલીસે બાઇકો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા

અરવલ્લી : ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ બાઇક રેસિંગ કરતી ગેંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મોડાસા તાલુકાના દધાલીયા ગામના લોકેશન સાથે વાયરલ થયેલા વીડિયોમાં આશરે ૧૫ જેટલી બાઇકો સાથે યુવકો રેસિંગ કરતા જોવા મળ્યા હતા.એકસાથે બાઇકોની રેસિંગ કરી તેમજ બાઇકોના સાઇલેન્સરમાંથી ચિનગારીઓ ઉડાવી ગેંગ દ્વારા દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની ઇન્સ્ટાગ્રામ પર રિલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

દધાલીયા ગામના લોકેશન સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને બાઇક રેસિંગ કરતી ગેંગ સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટીંટોઇ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.આર. ડામોરે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં બાઇકર્સ ગેંગના આરોપીઓને બાઇકો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.પોલીસની ઝડપી કામગીરીને પગલે બાઇક રેસિંગ કરી સોશિયલ મીડિયા પર ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કાયદાનો સકંજો કસાયો છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

જીવનના સંઘર્ષમાં સકારાત્મક અભિગમ અને સમયસર સહાય બની શકે છે સંજીવની, ડૉ. સુભાષ મહિલા કોલેજ ખાતે ‘આત્મહત્યા નિવારણ : ચેતવણીરૂપ સંકેતો, કારણો અને નિવારણના ઉપાયો’ વિષય પર પરિસંવાદ યોજાયો

Horoscope

Weather

વધુ વાંચો

જીવનના સંઘર્ષમાં સકારાત્મક અભિગમ અને સમયસર સહાય બની શકે છે સંજીવની, ડૉ. સુભાષ મહિલા કોલેજ ખાતે ‘આત્મહત્યા નિવારણ : ચેતવણીરૂપ સંકેતો, કારણો અને નિવારણના ઉપાયો’ વિષય પર પરિસંવાદ યોજાયો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો