MORBI મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ના આશ્રિતો ને યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા મેળા માં નિઃશુલ્ક મનોરંજનની વ્યવસ્થા કરાઈ

MORBI મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ના આશ્રિતો ને યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા મેળા માં નિઃશુલ્ક મનોરંજન ની વ્યવસ્થા કરાઈ

સમગ્ર દેશ માં જ્યારે સાતમ ના તહેવારો ને અનુલક્ષીને મેળા નું માહોલ છવાયેલું છે ત્યારે દરેક વ્યક્તિ ની ઈચ્છા મેળા માં ફરી ને મનોરંજન મેળવવાની હોય છે, પરંતુ અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો માટે આ મનોરંજન ફક્ત સ્વપ્ન જ રહે છે, આ કપરી વાસ્તવિકતા વચ્ચે મોરબી ના જાણીતા સેવાભાવી ગ્રુપ યંગ ઈન્ડિયા દ્વારા ગત રવિવારે બાયપાસ રોડ પર આયોજિત ક્રિષ્ના મેળા માં મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ના ઘર વિહોણા અને નિરાધાર ૪૦ જેટલા આશ્રિતો ને મેળા ની મોજ તદ્દન નિઃશુલ્ક માણવા સુવર્ણ તક આપી હતી, આશ્રય ગૃહ ની સંચાલક સંસ્થા શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા ના પ્રતિનિધિઓ દ્વારા હાલ માં આશ્રય ગૃહ ના આશ્રિતો ને મેળા માં મનોરંજન માટે યંગ ઈન્ડિયા ગ્રુપ ના મેન્ડેટર શ્રી દેવેનભાઈ રબારી ને વિનંતી કરવામાં આવી હતી જેના અનુસંધાને શ્રી દેવેનભાઈ એ તમામ આશ્રિતો ને ક્રિષ્ના મેળા ની દરેક રાઈડ માં બેસી શકે , તેવી વ્યવસ્થા કરી આપી હતી,,આ માટે તમામ રાઈડ ખાસ રિઝર્વ રાખવામાં આવી હતી જેથી કોઈ પણ આશ્રિત ને ભીડ માં ઊભા રહેવાની જરૂર ન રહે,, અંત માં સંચાલક સંસ્થા ના પ્રતિનિધિઓ એ યંગ ઈન્ડિયા ગ્રુપ નો ઉત્તમ માનવીય સંવેદના સેવાકીય વિચારધારા બદલ તમામ આશ્રિતો વતી હાર્દિક આભાર પ્રગટ કર્યો હતો.

21
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો