MORBI- મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન યોજાશે

MORBI- મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન યોજાશે

તા. ૨૯ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન ઓનલાઈન અરજી અને પાયાની રકમ ભરી શકાશે; તા. ૩૧ ઓક્ટોબર થી ૨ નવેમ્બર સુધી યોજાશે ઓનલાઈન બિડિંગ પ્રક્રિયા

મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા મોરબી જિલ્લાની મોટરીંગ જનતા માટે ટ્રાંસ્પોર્ટ વાહનોની જુની સિરીઝ GJ36V અને X ના પસંદગીના નંબરો મેળવવા માટે પારદર્શક, નિષ્પક્ષ અને સરળ ઓનલાઈન ઓક્શન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેવા ઈચ્છતા વાહન માલિકોએ http://parivahan.gov.in/fancy/ પર રજીસ્ટ્રેશન કરી, નિયમ મુજબ CNA ફોર્મ ભરીને આગામી તા. ૨૯/૧૦/૨૦૨૬ થી તા. ૩૧/૧૦/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન એપ્લિકેશન કરી પાયાની રકમ ભરવાની રહેશે. ત્યારબાદ તા. ૩૧/૧૦/૨૦૨૬ થી તા. ૦૨/૧૧/૨૦૨૬ સુધીમાં વાહન માલિકો પોતે પસંદ કરેલ નંબર માટે ઓનલાઈન બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

 

બિડિંગ દરમિયાન જો અરજદાર દ્વારા બિડાણની રકમ રૂ. ૧૦૦૦ ના ગુણાંકમાં વધારવામાં આવે તો હરાજી પૂર્ણ થયાના ૫ દિવસમાં તફાવતની રકમ ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે, અન્યથા ડિસક્વાલિફાય કરવામાં આવશે. જ્યારે ઓનલાઈન હરાજીમાં અસફળ રહેનાર અરજદારોની પસંદગી નંબર માટે ભરેલી રકમ ૫ થી ૭ દિવસમાં તેમના ખાતામાં પરત જમા કરી દેવામાં આવશે. સફળ ઉમેદવારોએ પેમેન્ટ રિસિપ્ટ અને અલોટમેન્ટ પત્ર મેળવી નોંધણી માટે આર.ટી.ઓ. કચેરી ખાતે અચૂક દસ્તાવેજો જમા કરાવવાના રહેશે, તેમ મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો