MORBI:મોરબી જવાહર નવોદય વિદ્યાલય: ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ માટે ઓનલાઇન અરજીની તારીખ ૨૨ ઓક્ટોબર સુધી લંબાવાઈ

MORBI:મોરબી જવાહર નવોદય વિદ્યાલય: ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ માટે ઓનલાઇન અરજીની તારીખ ૨૨ ઓક્ટોબર સુધી લંબાવાઈ

પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા-મોરબીમાં ધોરણ ૯ અને ૧૧ માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૨૨ ઓક્ટોબર સુધી લંબાવાઈ

જરૂરી સુધારાઓ માટે ૨૩ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન કરેક્શન વિન્ડો ખુલ્લી રહેશે

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા માટે યોજાનાર ‘લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ’ (LEST-2027) ના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ લંબાવીને તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી કરવામાં આવી છે.

ઇચ્છુક અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ધોરણ ૯ માટે https://cbseitms.nic.in/2026/nvsix_9 તેમજ ધોરણ ૧૧ માટે https://cbseitms.nic.in/2026/nvsxi_11 લિંક પર જઈને તદ્દન નિઃશુલ્ક ઓનલાઈન અરજી કરી શકશે. આ ઉપરાંત, અગાઉ અરજી કરનાર કે નવી અરજી કરનાર વિદ્યાર્થીઓ માટે અરજીમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે તા. ૨૩ ઓક્ટોબર થી તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘કરેક્શન વિન્ડો’ ખુલ્લી રહેશે.

 

આ સુધારણા પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર કેટેગરી (Category), લિંગ (Gender), વિસ્તાર (Area) અને દિવ્યાંગતા (Disability) અંગેના નિર્ધારિત ક્ષેત્રોમાં જ સુધારો કરી શકશે. મોરબી જિલ્લાના મહત્તમ વિદ્યાર્થીઓ આ તકનો લાભ લે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીઓને નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો