MORBI:મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો


ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે માર્ગદર્શન આપવામાંઆવ્યું
જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, મોરબી ખાતે હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રિ-દિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને તણાવ મુક્ત જીવન માટે ધ્યાન સત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ત્રિ-દિવસીય ધ્યાન સત્રોમાં તણાવ મુક્ત જીવન, ભાવનાત્મક સ્થિરતા અને આંતરિક શાંતિ માટે ધ્યાન, સફાઇ તેમજ પ્રાર્થના ધ્યાનની દૈનિક જીવનમાં ઉપયોગી એવી વ્યવહારુ ટેકનીક શીખવવામાં આવી હતી.

ત્રણ દિવસ સુધી આયોજિત થયેલા આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીનશ્રી તેમજ પ્રોફેસરશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટફુલનેસના પ્રશિક્ષક શ્રી કૌશિકાબેન અગ્રવાલ, શ્રી લલિત ચંદે અને વોલેન્ટિયર્સ એ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.













