ઈડરના બારેલા તળાવ પાસે નગરપાલિકાની દબાણ હટાવવાની કાર્યવાહી
ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની હાજરીમાં મયુર માર્બલની બાજુમાં આવેલા સાંસ્કૃતિક અને શૈક્ષણિક હોલ આગળનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

ઈડર: ઈડર શહેરમાં જાહેર જગ્યાઓ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની દિશામાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના બારેલા તળાવ પાસે મયુર માર્બલની બાજુમાં આવેલા સાંસ્કૃતિક અને શૈક્ષણિક હોલની આગળ કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને નગરપાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની હાજરીમાં દબાણ હટાવવાની આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના અધિકારીઓની દેખરેખ હેઠળ હોલની આગળની જગ્યામાં થયેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
ઈડર શહેરમાં જાહેર જગ્યાઓ અને જાહેર માર્ગો પર થતા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીને લઈને નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની હતી.
શહેરમાં જાહેર ઉપયોગની જગ્યાઓ દબાણમુક્ત રહે અને નાગરિકોને અવરજવરમાં સુવિધા મળી રહે તે દિશામાં નગરપાલિકાની આ કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા











