નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૩ નવેમ્બરે વિવિધ પ્રકલ્પોનો પ્રારંભિક કાર્યક્રમ યોજાશે


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકામાં રૂ. ૧૯૦.૬૨ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો સાકાર થવા જઈ રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે તા. ૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૯ વાગ્યે આ કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની તથા જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ વિકાસકાર્યો દ્વારા વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાના વિકાસને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.










