પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કાલોલ ભાજપ દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમ અંતર્ગત હોદ્દેદારો દ્વારા દીવડાનું વિતરણ.

તારીખ ૧૬/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત દીપ પ્રાગટ્ય કાર્યક્રમ અંતર્ગત કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત કાલોલ તાલુકા ભાજપ મંડળના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા નગરમાં દીવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ સાથે મળી સેવા, સંકલ્પ અને રાષ્ટ્રભાવનાના પ્રકાશને જન-જન સુધી પહોંચાડવાના સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર સહિત ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો