માંગરોળ બાગાયત ખાતાની નિશાત બાગ નર્સરીમાં નાળિયેરીના ફળ ઉતારવાના ઈજારા માટે ૯ ઓક્ટોબરે જાહેર હરાજી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : બાગાયત ખાતા હસ્તકની ફળરોપા ઉછેર કેન્દ્ર, માંગરોળની નિશાત બાગ નર્સરી ખાતે સને ૨૦૨૬-૨૭ ના વર્ષ માટેના નાળિયેરીના વાર્ષિક ફળો ઉતારી લઈ જવાના ઈજારા માટે જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જાહેર હરાજી આગામી ૦૯-૧૦-૨૦૨૬, શુક્રવારના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે ફળ નર્સરી, રાણીબાગ, માંગરોળ ખાતે યોજાશે.
આ હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક દરેક વ્યક્તિએ રૂ. ૨૦૦૦/- ડિપોઝીટ જમા કરાવવાની રહેશે, ત્યારબાદ જ માંગણી કરી શકાશે. હરાજીની તમામ શરતો અને બોલીઓ હરાજીના સમયે રૂબરૂ વાંચી સંભળાવવામાં આવશે. નાળિયેર ફળ પાકની પરિસ્થિતિ કચેરી સમય દરમિયાન નર્સરીમાં રૂબરૂ જોઈ શકાશે.
વધુ માહિતી માટે બાગાયત અધિકારીની કચેરી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, રાણીબાગ, પોરબંદર રોડ, માંગરોળ, જિ. જૂનાગઢ (ફોન નંબર: ૦૨૮૭૮-૨૨૪૦૩૯) પર સંપર્ક કરવાનો રહેશે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો