Rajkot: રાજકોટ ખાતે તા.૧૩ સપ્ટેમ્બરનાં રોજ યોજાનાર યુ.પી.એસ.સી પરીક્ષા સંદર્ભે પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું જારી

તા.૧૦/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

પરીક્ષા કેન્દ્રોનાં ૧૦૦ મીટર ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં

Rajkot: યુ.પી.એસ.સી દ્વારા તા.૧૩ સપ્ટેમ્બરનાં રોજ યોજાનાર પરીક્ષા સંદર્ભે રાજકોટ પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા દ્વારા પરીક્ષાનાં સુચારૂ આયોજન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી જરૂરી પ્રતિબંધાત્મક હૂકમ જારી કર્યાં છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, નવી દિલ્હી દ્વારા રાજકોટનાં વિવિધ કેન્દ્રો ખાતે નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી પરીક્ષા તેમજ કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા આગામી તા. ૧૩ સપ્ટેમ્બરનાં રોજ યોજાનાર છે. શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે બે સત્રમાં (પ્રથમ શિફ્ટ સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ તથા બીજી શિફ્ટ બપોરે ૧૪:૦૦ થી ૧૬:૩૦ વાગ્યા દરમિયાન) આ પરીક્ષા શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જે મુજબ તા.૧૩ના રોજ સવારે ૦૯:૦૦ થી સાંજે ૧૮:૦૦ વાગ્યા સુધી રાજકોટ શહેરના તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસ નીચે મુજબના પ્રતિબંધો અમલી રહેશે.
પરીક્ષા કેન્દ્રોની ચારે બાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં, ૪ કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં.
કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં સ્ટેશનરીના વેપારીઓ કે શાળા સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં.
પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ વાહનો લાવી કે લઈ જઈ શકશે નહીં.

પરીક્ષાર્થીઓ પરીક્ષા સ્થળ કે ખંડમાં પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન, ટેબ્લેટ, સ્માર્ટ વોચ કે અન્ય ડિજિટલ ઉપકરણો લઈ જઈ શકશે નહીં. સુપરવાઇઝરો પણ પરીક્ષા ખંડમાં મોબાઇલ ફોન લઈ જઈ શકશે નહીં.
શાળા સંચાલક, સુપરવાઇઝર, સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે. ઓળખકાર્ડ વિના કોઈ પણ વ્યક્તિ કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહીં.

પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ૨૦૦ મીટરની ત્રિજ્યામાં લાઉડ સ્પીકર વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો