રાજુભાઈ કરપડાના ભગીરથ પ્રયાસો સફળ: મૂળીના દુધઈ ગામે સિંચાઈ પાઇપલાઇનની કામગીરીનો પ્રારંભ!

તા.02/11/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકાના દુધઈ ગામે આવેલા ઐતિહાસિક સાપરકા તળાવને સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણીથી ભરવા માટેની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌની યોજનાની મુખ્ય પાઇપલાઇનથી સાપરકા તળાવ સુધી ૩ કિલોમીટર લાંબી નવી પાઇપલાઇન નાખવાનું કામ શરૂ થતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં આનંદની લહેર ફરી વળી છે. આ યોજનાને સાકાર કરવા માટે ખેડૂત અગ્રણી અને સિંચાઈ સમિતિના ચેરમેન રાજુભાઈ કરપડા દ્વારા સતત રજૂઆતો અને ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમના પ્રયાસોના પરિણામે કામગીરી મંજૂર થઈને ઝડપથી શરૂ થઈ છે. પાઇપલાઇનની કામગીરીના પ્રારંભ સમયે રાજુભાઈ કરપડા પોતે સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. દુધઈના સાપરકા તળાવ બાદ મૂળી તાલુકાના અન્ય ગામોના તળાવોને પણ સૌની યોજના સાથે સાંકળીને ભરવાની કામગીરી તબક્કાવાર હાથ ધરાશે.” તેમણે ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સાપરકા તળાવમાં સૌની યોજના દ્વારા નર્મદાના પાણી પહોંચવાથી આજુબાજુના સીમ વિસ્તારના કૂવા અને બોર-વેલના ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. ચોમાસા બાદ શિયાળુ (રવિ) તેમજ ઉનાળુ પાકની ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેનાથી કૃષિ ઉત્પાદન વધશે અને પશુપાલકો માટે ઘાસચારાની સમસ્યા હલ થશે. કામગીરી શરૂ થતાં ગ્રામજનોએ હર્ષ વ્યક્ત કરી તંત્ર તથા સ્થાનિક આગેવાનોનો આભાર માન્યો હતો.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો