Rajkot: કોટડા સાંગાણી તાલુકાનાં મહેસુલી તલાટીઓ સોમથી બુધ સેજાના મુખ્ય મથકે ફરજ બજાવશે

તા.૧૬/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સંબંધિત ગામોના લોકોને સેજાના મુખ્ય મથક ખાતે લાભ મળશે

Rajkot: કોટડા સાંગાણી તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી દ્વારા રેવન્યુ તલાટીઓને મહેસુલી કામગીરી અર્થે દિવસવાર ફરજ સોંપણી કરવામાં આવી છે. જે મુજબ આ તલાટીઓ સોમવારથી બુધવાર સેજાના મુખ્યમથક ખાતે ફરજ બજાવશે. 

સુ.શ્રી. અમૃતા જે. રાવલીયા સેજા મોટા માંડવા ગ્રુપમાં સમાવિષ્ટ મોટા માંડવા, વડીયા, માણેકવાડા, નવા રાજપીપળા, જુના રાજપીપળા ગામની કામગીરી અર્થે મુખ્ય મથક ખાતે હાજર રહેશે.

સુ.શ્રી.તરુણા ડી. રાઠોડ કોટડા સાંગાણી સેજા ગ્રુપ હેઠળ સમાવિષ્ટ કોટડા સાંગાણી, ખરેડા, ખરી, રાજગઢ, ભાડવા, ભાડુઈ, પાંચતલાવડા ગામની કામગીરી અર્થે મુખ્ય મથક ખાતે હાજર રહેશે.

સુ.શ્રી.એ. એમ. જાડેજા સાંઢવાયા ગૃપ સેજા હેઠળ સમાવિષ્ટ સાંઢવાયા, બગદડીયા નીયા, કરમાળ પોપળીયા, વાદીપરા ગામની કામગીરી અર્થે મુખ્ય મથક ખાતે હાજર રહેશે.

સુ.શ્રી. પાયલ ડી. ભટ્ટ વેરાવળ ગૃપ સેજા હેઠળ સમાવિષ્ટ વેરાવળ,પડવલા, પીપલાણા ગામની કામગીરી અર્થે મુખ્ય મથક ખાતે હાજર રહેશે.

શ્રી ટી.ડી. મોડેસરા શાપર ગ્રુપ સેજા હેઠળ સમાવિષ્ટ શાપર, નવી મેંગણી, જુની મેંગણી ગામની કામગીરી અર્થે મુખ્ય મથક ખાતે હાજર રહેશે.

શ્રી વાય.પી.ગઢવી અનીડા વાછરા ગ્રુપ સેજા હેઠળ સમાવિષ્ટ અનીડા આબલીયાળા, વાછરા, નોંઘણચોરા, કાલંભડી. ચાંપાબેડા, થોરડી ગામની કામગીરી અર્થે મુખ્ય મથક ખાતે હાજર રહેશે.

શ્રી ડી.વી.ચુડાસમા રામોદ ગૃપ સેજા હેઠળ સમાવિષ્ટ રામોદ, રામપરા, સતાપર શીશક, નાના માંડવા ગામની કામગીરી અર્થે મુખ્ય મથક ખાતે હાજર રહેશે.

સુ.શ્રી. રામાણી અરડોઇ ગૃપ સેજા હેઠળ સમાવિષ્ટ અરડોઇ, હડમતાળા, આણંદપર,સોળીયા, રાજપરા,દેવળીયા, નારણકા ગામની કામગીરી અર્થે મુખ્ય મથક ખાતે હાજર રહેશે.

આ તમામ મહેસુલી તલાટીઓ ગુરૂવારના રોજ મામલતદાર કચેરી ખાતે મીટીંગ તેમજ અન્ય દિવસોમાં સેજામાં સમાવિષ્ટ ગામોની ક્ષેત્રિય કામગીરી કરશે.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો